WELCOME

"આ શાળાને સુંદર અને આકર્ષક બનાવવામા દિલિપભાઇ મોઢવાડીયા,રાજાભાઇ ઓડેદરા અન્ય દાતાશ્રીઓ તથાં શાળાના શિક્ષિકા શ્રી કિર્તીબેન રતનધારાને ખૂબ ખૂબ અભિનન્દન." શિક્ષણ ક્ષેત્ર નાઆ બ્લોગમાં શિક્ષણપ્રેમી જનતાનું સ્વાગત છે. આ બ્લોગ દ્વારા આપને ખરેખર જે સ્વપ્ન ની શાળા કહિ શકાય એવી ડ્રીમ સ્કૂલ શ્રી કાંટેલા પ્રાથમિક શાળાનું વિહંગાવલોકન કરાવવાનો આશય રહેલો છે.

Tuesday, 3 November 2015

“ડ્રીમ સ્કૂલ : કાટેલા પ્રાથમિક શાળા પોરબંદર”નું ઐતિહાસિક પાસુંડ્રીમ સ્કૂલ : કાટેલા પ્રાથમિક શાળા પોરબંદરનું ઐતિહાસિક પાસું
ઈતિહાસ એ કોઈપણ વ્યક્તિ, સમાજ કે સંગઠનનું અગત્યનું પાસું છે. જયારે કોઈપણ સંસ્થાનો અભ્યાસ હાથ ધરવામાં આવે અને તેના ઐતિહાસિક પાસાને સ્પર્શ કરવામાં આવે છે,  ત્યારે સંસ્થાની પ્રવર્તમાન સ્થિતિ સાથે તુલના શકય બને છે. સંસ્થાએ ક્રમશ: સાધેલો વિકાસ સ્પષ્ટ થાય છે. ડ્રીમ સ્કૂલ : કાટેલા પ્રાથમિક શાળા પોરબંદરની ઐતિહાસિક માહિતી નીચે મુજબ છે
૧.          રાજાશાહી સમયમાં જૂની શાળા :
·          આઝાદી પૂર્વે રાજાશાહી વખતે પોરબંદરના રાજા નટવરસિંહજીના સમયમાં કાટેલા ગામમાં ભગવાન શંકરના મંદિર નજીક ધર્મશાળા પાસે એક રૂમમાં શાળાની શરૂઆત કરવામાં આવી હતી.
·          કાટેલા તથા નજીકના શ્રીનગર બંને ગામ વચ્ચે ધોરણ ૧ થી ૪ની આ એક જ શાળા હોવાથી  બંને ગામના વાડી વિસ્તારના બાળકો અભ્યાસ માટે આવતા.
·          રોડ ઓળગી સામેની દિશાએ જવું પડતું હોવાથી તથા શાળામાં એક જ રૂમ હોવાથી ઘણી અગવડ હતી.
૨.          સ્થાનાંતર થઇ ૧૯૧૩માં હાલની શાળાની સ્થાપના
·          જૂની શાળામાં એક જ રૂમ હોવાથી અને રોડ ઓળંગી સામેની દિશામાં જવું પડતું હોય ઘણી અગવડ હતી. આથી ગામના આગેવાનોની ઉચ્ચ કક્ષાની રજૂઆતને કારણે ગામની દક્ષિણ દિશામાં પાદરમાં ૧૯૧૩મા હાલની શાળાની સ્થાપના કરવામાં આવી..
·          આ સમયે શાળામાં એક જ રૂમ હતો. જે જર્જરિત હાલતમાં હતો. એક જ શિક્ષક લાલજી માસ્તર હતા.
·          આ સમય ગાંધીયુગ હોય અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓમાં સ્વદેશી ભાવનાનો વિકાસ થાય તે માટે રેટીયો કાતવો, ઓટાઈ તથા સુતર વણાટનું કામ પણ શીખવવામાં આવતું.
·          અભ્યાસક્રમમાં પાયા, અડધા, પોણા વગેરેના ઘડિયા તથા પૈસા, આના, નયા, વગેરે જેવા ચલણનું જ્ઞાન આપવામાં આવતું.
·          શાળામાં ફર્નીચર તથા શિક્ષણના સાધનો જેવી સુવિધાઓ ન હતી. વિદ્યાર્થીઓ પાથરણા ઘરેથી લાવતા.
૩.          ૧૯૪૭ દેશની સ્વતંત્રતા બાદ
·          ૧૯૪૭ માં દેશની સ્વતંત્રતા બાદ શાળાની નવું પાકું મકાન બાંધવામાં આવ્યું.
·          એક રૂમ, ઓસરી, રમતના નાના મેદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. છત પર પરદેશી નળિયા અને તથા ભોયતળીયે પથ્થર નાખવામાં આવ્યા હતા. આ સમયે શાળામાં ધોરણ ૧ થી ૫ ચાલતા અને બે શિક્ષકો કામ કરતા હતા.
·          ભૌતિક સુવિધાઓ બિલકુલ ન હતી.  સમય જતા આ રૂમ (મકાન) પણ જર્જરિત થવા માંડ્યું હતું.
૪.          ૧૯૯૫ – ૯૬ થી ૨૦૦૫ સુધીનો મુશ્કેલી સમયગાળો  અને પ્રયત્નો
·          સમયાંતરે ગામ લોકો શિક્ષણ પ્રત્યે વધુ સજાગ બનતા ૧૯૯૫ -૯૬માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી. જેથી રૂમની ઘટ જણાઈ. 
·          આથી ગામના તત્કાલીન સરપંચશ્રી જયાબેન હેમગર મેઘનાથી તથા પંચાયતના અન્ય સભ્યોના પ્રયત્નોથી વધુ એક રૂમ ગ્રામ પંચાયતના સહયોગથી બાંધવામાં આવ્યો.
·          ૧૯૯૮ના વાવાઝોડાથી શાળાના રૂમ - મકાન જર્જરિત થયા. પરંતુ આ જ મકાનમાં શિક્ષણ કાર્ય ચાલ્યું.
·          ૨૦૦૪ સુધી ધો. ૧ થી ૫ હતા. બે શિક્ષકો કામ કરતા. આગળના અભ્યાસ માટે ૨ કિમી દુર આવેલ શ્રીનગર જવું પડતું.
·          ભૌતિક સુવિધાઓ અને અભ્યાસના સાધનોના અભાવમાં બાળકો ભણતા.
·          આવી અગવડતા વચ્ચે શાળામાં ૨૦૦૪-૦૫ માં ધોરણ-૬ અને ૨૦૦૫-૦૬માં ધોરણ -૭ શરુ કરવામાં આવ્યું. આથી વિદ્યાર્થીઓની સંખ્યા વધી. સાથે શિક્ષકોનુ મહેકમ વધ્યું.
૫.          ૨૦૦૬-૦૭માં શાળાનું નવું મકાન
·          શાળામાં ૨૦૦૪-૦૫માં ધોરણ-૬ અને ૨૦૦૫-૦૬માં ધોરણ-૭ શરુ થતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી. આ સમયે ધોરણ ૧ થી ૭ થતા શિક્ષકોનું મહેકમ ૮ થયું. આથી રૂમની ઘટ ઉભી થઇ.
·          આથી શાળાના આચાર્યશ્રી દ્વારા ગામના આગેવાનો અને શુભચિંતક શ્રી દિલીપભાઈ મોઢવાડિયા અને રાજાભાઈ ઓડેદરાને શાળાના રૂમ  વિષે વારંવાર રજૂઆત કરવામાં આવી.
·          ૨૦૦૬-૦૭માં આ પ્રયત્નોને લીધે ગામના આગેવાનોના પ્રયત્નોથી મળેલ લોકફાળામાંથી શાળાની પાસેની જ જમીન ખરીદવામાં આવી અને એસ.એસ.એ.ની ગ્રાન્ટમાંથી નવા ત્રણ રૂમ બનાવવામાં આવ્યા. જુના ઓરડા જર્જરિત હોય જોખમી હતા તે પાડી તેની જગ્યાએ બીજા ત્રણ રૂમ બનાવવામાં આવ્યા. ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષકોનાં સેટઅપ મુજબ વધારાના બીજા બે રૂમ અને કમ્પ્યુટર સુવિધા મળવાથી કમ્પ્યુટર રૂમ મળી કુલ નવ રૂમ બનાવવામાં આવ્યા.
·          હાલ આ શાળા પૂરતા ઓરડા અને અન્ય તમામ સુવિધા સાથે પોરબંદર જીલ્લાની મોડેલ સ્કુલ તરીકે સૌથી સારી સરકારી પ્રાથમિક શાળા તરીકે ગણના કરવામાં આવે છે. આમ આઝાદી પૂર્વે એક નાના બીજરૂપે બનાવેલ શાળા આજે આટલા વર્ષે એક વિરાટ વટવૃક્ષ બની શિક્ષણરૂપી છાયો આપે છે.


ડ્રીમ સ્કૂલ : કાટેલા પ્રાથમિક શાળા પોરબંદરની પરિચયાત્મક માહિતી

ક્રમ
વિગત
માહિતી
શાળાનું નામ
ડ્રીમ સ્કૂલ:કાટેલા પ્રાથમિક શાળા- પોરબંદર
સ્થાપના વર્ષ
૧૯૧૩
સરનામું
ગામ :  કાટેલા,  
તાલુકો : પોરબંદર, જીલ્લો ; પોરબંદર
અક્ષાંશ – રેખાંશ  :
મુખ્યમથક અને
પાસેના ગામોથી અંતર
પોરબંદરથી ૧૭ કિમી
શાળા વિસ્તાર (ગ્રામ્ય/શહેરી)
ગ્રામ્ય
ફોન નંબર /મોબાઈલ નંબર
૯૭૨૩૭૭૨૦૦૭
ફેક્સ નંબર
-
ઈ મેઈલ
katelaps.pbr.kuchdi@gmail.com
બ્લોગ
dreamschoolkatela.blogspot.in
૧૦
વેબસાઈટ

૧૧
શાળા DISE કોડ

૧૨
શાળાનું મુખ્ય ધ્યેય
૬ થી ૧૪ વર્ષની વયજૂથના ગામના તથા આસપાસના વિસ્તારના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના કાયદા હેઠળ ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનો, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરી વિદ્યાર્થીઓને ઉત્તમ નાગરિક બનાવવા 
૧૩
સંચાલન
(જી.શિ.સમિતિ / નગરપાલિકા/ અનુદાનિત / ખાનગી)
જીલ્લા શિક્ષણ સમિતિ, જીલ્લા પંચાયત પોરબંદર સંચાલિત સરકારી પ્રાથમિક શાળા
૧૪
અભ્યાસની કક્ષા
પ્રાથમિક ધોરણ ૧ થી ૬
ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮
૧૫
શિક્ષણનું માધ્યમ
ગુજરાતી/અંગ્રજી/અન્ય)
ગુજરાતી માધ્યમમાં
૧૬
શિક્ષણ વ્યવસ્થા
કુમાર/કન્યા/સહશિક્ષણ
સહશિક્ષણ
૧૭
શાળાનો સમય 
સોમ થી શુક્ર  સમય ૧૧ : ૦૦ થી ૫ : ૦૦
શનિવારનો સમય સવારે ૭:૩૦ થી ૧૧ : ૩૦
૧૮
અભ્યાસક્રમ – પાઠ્યક્રમ
જી.સી.ઈ.આર.ટી., ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અને મંજુર અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ
૧૯
શિક્ષકોની નિમણુક
શિક્ષકોની નિમણુક પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શન મુજબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કરે છે.
Monday, 17 November 2014

નમસ્કાર મિત્રો...................

                                મહાત્મા ગાંધીજીની જન્મભૂમીથી ૧૭ કિ.મિ. દૂર આવેલા કાંટેલા ગામની શિક્ષણના ધામ કહી શકાય એવી અને ખરેખર જેને વિદ્યાર્થીના સ્વપ્નની શાળા કહી શકાય એવી ડ્રીમ સ્કૂલ શ્રી કાંટેલા પ્રાથમીક શાળાના બ્લોગ માં આપ સૌનુ હાર્દિક છે.  આ શાળા તમામ પ્રકારની ભૌતીક સુવીધાઓથી સજ્જ છે. એટલુ જ નહી આ શાળામાં ગુણવતાયુક્ત શિક્ષણ પણ બાળકો ને આપવામા આવે છે. રમત દ્વારા શિક્ષણ જેવા પ્રજ્ઞા કાર્યક્રમ થી બાળકોને ભાર વગરના શિક્ષણની સંકલ્પના ખરેખર સિધ્ધ થઇ છે. 

                                   શાળાને આવી સુંદર અને બાળભોગ્ય બનાવવામાં  શાળાના શિક્ષકો, દાતાશ્રીઓ અને ગામ લોકોનો અમૂલ્ય ફાળો રહેલ છે.

Thursday, 6 November 2014